દેવગુરુની કૃપાથી અને આપ સહુના સહકારથી
અમારા ટ્રસ્ટ ને છેલ્લા 14 વર્ષમાં નીચેના કાર્યો કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.

  • વટામણ ચોકડી થી પાલીતાણા તથા ભાવનગર જવાના રસ્તા પર 9 વિહાર ધામોનું સર્જન.
  • પ્રત્યેક વિહાર ધામમાં બે શ્રાવક પૌષધ।લય તથા બે શ્રાવિકા પૌષધ।લય જેમાં પૂજય સાધુ અને સાધ્વીજી ભગવંતો વિહાર દરમ્યાંન ઉતરી શકે છે. અને સાથે એક ગોચરી રૂમ, રસોડું સહિત ભક્તિ કરનાર પરિવાર રહી શકે તેવો બંગલો તેમજ એક જિનમંદિર.
  • આ વિહારધામમાં બે શિખરબંધી જિનાલયોનું પણ નિર્માણ થયું છે.
  • પ્રતિવર્ષ લગભગ 9000 જેટલા પૂજય સાધુ-સાધ્વીજી ભગવંતોનો લાભ તેમજ સાથે મુમુક્ષુઓ, સહાયકોની સાધર્મિક ભક્તિ અને સાથે રહેતા સેવકોની અનુકંપા કરવાનું પરમ સૌભાગ્ય.

Trustees



હર્ષદરાય ચુનીલાલ શાહ (ઘોઘાવાળા)

501, ચિંતામણી એપાર્ટમેન્ટ, મુથૂટ ફાઇનાન્સ ની ઉપર, સાંઈનાથ નગર, એલ. બી. એસ. રોડ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ - 400 086.

નીચે મુજબ ની સંસ્થામા વર્ષોથી અવિરત સેવા આપી રાશ્યાં છે.
1. શ્રી 108 સમવસરણ જૈન તીર્થ દર્શન ભવન ટ્રસ્ટ
2. શાસન સમ્રાટ નેમિસૂરીજી ચોવિહાર ફોઉંડેશન 12 માસી ચોવિહાર હાઉઝ ના સ્થાપક તથા ટ્રસ્ટી
3. શેઠ કાળા મીઠા પેઢી - ઘોઘા જૈન સંઘ ના ભૂતપૂર્વ ટ્રસ્ટી
4. શ્રી ચિંતામણી પાર્શ્વનાથ શ્વે. મુ. જૈન સંઘ ના ભૂતપૂર્વ ટ્રસ્ટી
5. શ્રી સિદ્ધાચલ ગિરિરાજ ની ઉનાળુ વેકેશન માં 99 યાત્રા કરાવવા ઘોઘાવાળા પરિવાર ના વડીલશ્રી
6. મુલુન્ડ થી પાલીતાણા છરી પાલિત સંઘ ના સંચાલક
7. ગિરિરાજ ના અભિષેક, અનેક જિનાલયોની પ્રતિષ્ઠા, છરી પાલિત સંઘ વિગેરે શાસન પ્રભાવના ના વિશિષ્ટ કર્યો માં અનેક યોગદાન
8. પ્રભુ ની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા ના સ્વદ્રવ્ય થી અનેક વિધ તીર્થમાં વિશિષ્ટ લાભ
9. ઈંદ્રાદિપ સોસાયટી ઘાટકોપર મધ્યે ગૃહ જિનાલાય નિર્માણ નો સહિયારો લાભ.
10. પરિવાર માંથી પોતાના નાના ભાઈ, 3 પુત્રી અને 2 પૌત્રી સંયમ પંથે પ્રયાણ
11. ગિરિરાજ ની સળગ 22 વર્ષ પૂનમ ની યાત્રા, ગિરિરાજ માં ચાતુર્માસ, ગિરિરાજ ની 99 યાત્રા, ગિરિરાજ માં સાધુ - સાધ્વી વૈયાવચ્ચ તથા ભક્તિ વર્ષો સુધી
12. ગિરિરાજમાં સાધર્મિકોને ચાતુર્માસની આરાધના દ્વારા ભક્તિ.
13. પર્યુષણ પર્વમાં વર્ષો સુધી ચોસઠપ્રહરી પૌષધ સાથે અઠ્ઠાઇ ની આરાધના.
14. ભારતભરના તમામ તીર્થો ની યાત્રા.

ચંદ્રકાન્ત વનમાળીદાસ શાહ (વલભીપુરવાળા)

401, ક્રિષ્ના નિવાસ , એન. એસ. રોડ ન. 5, જે.વી.પી .ડી . પાર્લા (વે) મોબાઈલ : +91-98198 10503
Aczet Pvt. Ltd. (Citizen)
Mfgr. of Electronic Weighing Balance & Laser Marker / Welding Machine
યુનિટ ઈ -2, પ્લોટ નો. 15, વાઈસેલ એસ્ટેટ, સીપીઝ ગેટ ન. 1 ની સામે, અંધેરી (વેસ્ટ), મુંબઈ 400 093.

નીચેની સંસ્થામાં વર્ષોથી અવિરત સેવા આપી રહ્યા છે.
1) અમારું વતન શ્રી વલભીપુર (જી. ભાવનગર) ગુજરાત માં શ્રી પાંજરાપોળ માં (ટ્રસ્ટી)
2) વલભીપુર છેલ્લા ઘણા વર્ષોથી કલ્યાણ મિત્રો સાથે (10 વર્ષથી) શ્રી ચિંતામણી માનવ સેવા ટ્રસ્ટ (ટ્રસ્ટી)
જરૂરિયાત વાળા માટે આશરે 50/55 ને જૈન/જૈનતર માટે ફ્રી જમવા માટેની ટિફિન વ્યવસ્થા તેમજ દવા-ડૉક્ટર સેવા વિ . વિ .
3) શ્રાવિકા ની સૂચના તેમજ અતિભાવનાથી 9 વિહારધામ નું 11 વર્ષ પહેંલાથી પાયામાંથી સખત મહેનત, તેમજ એક મહિનામાં મિનિમમ 2 થી 3 વિઝિટ વિહારધામ માટે જગ્યા, તેમજ સ્ટાફ નિમણૂંક તેમજ "ભવ્ય વૈયાવચ્ચ" કરવા ની ઉત્તમ ભાવના થી વધુ લાભ મળે તે કરવા અમે બંને સાથે યોગેશભાઈ દોશી સાથે મળી એક બિયારણ વાવી આજે 9 વિહારધામ ભવ્ય વડલો બની ગયેલ છે.
4) નવાણું યાત્રા - સજોડે પાલીતાણા સ્વદ્રવ્યે
રંજનબેન ઉપધાન તપ , નિશ્રા, પ. પૂ. આ. મા.યશોવર્મસુરીશ્વરજી
5) બાવળીયાળી ખાતે સંપૂર્ણ વિહારધામ રંજનબેન ચંદ્રકાન્ત શાહ પરિવાર નો લાભ મળેલ છે.
6) પ. પૂ. આ. મા. શ્રી અજિતશેખર સુરી ના કંસારવાડલી (જી. થાણા) વિહારધામ માં વિમલનાથ દાદા ભગવાન નો લાભ મળેલ છે.
7) પુના "રાજુભાઈ અલબેલા" ના દેરાસર માં આદિશ્વર ભગવાન નો લાભ મળેલ છે.
માતુશ્રી જયાબેન વનમાળીદાસ દીપચંદભાઈ સપરિવાર સાથે (વલભીપૂર)
8) પ. પૂ. આ. મા. શ્રી પ્રમોદચંદ્ર સુરી મહારાજશ્રી નિશ્રામાં 9 વર્ષ પહેલા છરી પાલિત સંઘ આશરે 800 યાત્રાળુ સાથે વલભીપુર થી પાલીતાણા.
9) સૌ પ્રથમ પહેલું વિહારધામ - નારી ચોકડી (ભાવનગર) નો લાભ મળેલ છે.
10) વલભીપુર ખાતે 250 (આશરે) અઠ્ઠમ તપ ની આરાધના નો લાભ નિશ્રા - પ. પૂ. ગચ્છધિપતિ આ. મા. પુણ્યપાલસૂરિ તથા પ. પૂ. આ. મા. રાજચંદ્રસૂરિ
11) વલભીપુર ખાતે આશરે 280 થી 300 આયંબિલ ની ઓળી નો લાભ નિશ્રા - પુંડરિક વિજય મહારાજ
12) વલભીપુર ખાતે નવા ઉપાશ્રયમાં એક (ગ્રાઉન્ડ ફ્લેટ) ભવ્ય ઉપાશ્રયનો લાભ મળેલ છે.
13) કલ્યાણ મિત્રો ભરતભાઈ (શીતલ, મલાડ) નવીનભાઈ દોશી ( મુલુંડ) સાથે
108 પાર્શ્વનાથ / 120 કલ્યાણક / ભવ્ય 4 માળ ની ધર્મશાળા "રાવણપાર્શ્વનાથ" અલ્વર ખાતે -

યોગેશભાઇ હરખચંદભાઈ દોશી (ભાદરોડ વાળા )

૭૦૧/૭૦૨, સ્વપ્નલોક, મારવે રોડ, મલાડ ( વેસ્ટ) મુંબઈ નં ૬૪.
મોબાઈલ : +91-9820333246 | +91-8369071816

૧, ૧૧વર્ષ પહેલાંથી શ્રી શત્રુંજય વિહારધામ ટ્રસ્ટ માં ૯ વિહારધામ નું પાયામાંથી "ભવ્ય Vayavach" ની ઉત્તમ ભાવના સાથે વધુ માં વધુ લાભ મળે તે કરવા અમે અને શ્રી ચંદુભાઇ બન્ને સાથે મળીને ૯ વિહારધામ ની એક શૃંખલા બનાવવામા મુખ્ય ભુમિકા કરવાનો લાભ મળીયો છે અને તેમાં કાયમ ટ્રસ્ટી તરીકે સેવા આપવાનો લાભ મળીયો છે
૨, બોરીવલી દૌલત નગર માં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દેરાસર માં શ્રી આદીનાથ ભગવાન નો દેરીમા મૂળનાયક નો લાભ મળીયો છે
૩, પાલિતાણામા કેશરિયાજી ના દેરાસરમાં શ્રી kunthunath ભગવાનનો લાભ મળીયો છે
૪, પાલીતાણામાં કેશરિયાજી ના દેરાસરમાં શ્રી કદંબ ગણધરભગવંત નો લાભ મળીયો છે
૫, ડગારામાં(કચ્છ ) શ્રી શાંતિનાથ ભગવાન(મૂળનાયક)નો લાભ મળીયો છે
૬, શ્રી શત્રુંજય વિહારધામ ટ્રસ્ટ માં રાજગઢ વિહારધામ માં ૨ સાધુ અને સાધ્વીજી ભગવંત ના ઉપાશ્રય નો લાભ મળીયો છે
૭, મલાડ માં શ્રી ઘોઘારી જ્ઞાતિ મા ૬ વર્ષ સુધી સેવા આપવાનો લાભ મળીયો છે
૮, શ્રી રિદ્ધિસિદ્ધિ જૈન સંઘ મલાડ માં ૬ વર્ષ સુધી સેવા આપવાનો લાભ મળીયો છે
૯, બન્ને સાથે સજોડે ઉપધ્યાન તપ માં મોક્ષમાલ પહેરવાનો, ધર્મચક્ર તપ અને panchshasti તપ કરવાનો નો લાભ મળીયો છે __ આચાર્ય ભગવંત શ્રી અભયશેખરસૂરી
10, પાલીતાણા કેશરિયાજી માં આચાર્ય શ્રી ધર્મધુરંધરસૂરી ની nisra માં થયેલ પ્રતિષ્ઠા મહોત્સવ માં ભગવાન ના માતા પિતા બનવાનો અને ઈન્દ્ર ઇંદ્રાણી બનવાનો લાભ મળીયો છે

શ્રી રમેશભાઈ છબીલદાસ ઝવેરી(પાટણ) હાલ જુહુ

5 મેં માળે , સ્મૃતિ, પ્લોટ ન. 16, નવયુગ સોસાયટી, જે. વી. પી. ડી. રોડ ન. 4, સનરીજ હોસ્પિટલ ની પાછળ, વિલે પાર્લે (વે), મુંબઈ - 56.
મોં. 98212 45233 / 022 - 26103010

નનીચે મુજબ ની સંસ્થામા વર્ષોથી અવિરત સેવા આપી રહ્યાં છે.
1,શ્રી શત્રુંજય વિહારધામ ટ્રસ્ટ માં કાયમી trustee તરીકે છેલાં 10 વર્ષ થી લાભ મળીયો છે
2, શ્રી શત્રુંજય વિહારધામ ટ્રસ્ટ સંચાલિત નવા કોટડા ગામે(ભાવનગર થી નજીક) સ્વદ્રવ્ય થી આખું વિહારધામ, જેમાં ૨ સાધુ ભગવંતો અને ૨ સાધ્વીજી ભગવંતો ના ઉપાશ્રયો, ગોચરી ઘર તેમજ એક બ્લોક જેમાં સેવા કરવાવાળા રહી શકે અને એક ટ્રસ્ટીઓ માટે નો બંગલો નો નિર્માણ કરવાનો લાભ મળીયો છે
3, શાહપુરમા 10 વર્ષ પહેલાં શ્રી અવંતી પાર્શ્વનાથ દેરાસર નિર્માણ કરાવવાનો સંપૂર્ણ લાભ મળીયો હતો અને કુંવારી દીકરી ઊર્જા ને અંજન ઘસવાનો ત્થા પ્રતિષ્ઠા માં ઈન્દ્ર -- ઇંદ્રાણી બનવાનો લાભ મળીયો હતો
4, આજથી ૨૩ વર્ષ પહેલાં અમે અને હર્ષદભાઈ ઘોઘાવાળા સાથે મળીને પ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ચંદ્રોદય સૂરી મ સાહેબ ની nishra મા ઘોઘા થી પાલિતાણા નો છરીપાલીત સંઘ જેમાં 500 જણ (સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો અને શ્રાવક શ્રાવિકાઓ વગેરે) અને ઘર ના બધા સભ્યો સાથે બધા રોજે એકાસના, સવાર સાંજ પ્રતિક્રમણ, વગેરે ખૂબ ઉત્સાહ થી ભાગ લઈને ખૂબ સુંદર લાભ મળીયો હતો
5, છેલ્લાં ૨૦ વર્ષ થી પાટણ માં પંચાસરા પાર્શ્વનાથ દેરાસર માં બે જણ ભાગમાં કાયમી પક્ષાલ અને ફૂલ નો લાભ મળીયો છે
6, પાટણ માં શ્રી શામળા પાર્શ્વનાથ દેરાસર માં છેલાં ૧૫ વર્ષ થી કેસર, સુખડ, ફૂલ નો કાયમી લાભ મળીયો છે
7, અયોધ્યાપુરમ દેરાસર માં શ્રી હર્ષદભાઈ ની સાથે ભાગમાં અખંડદિપક નો કાયમી લાભ મળીયો છે
8, ઘાટકોપર મા સંઘાણી એસ્ટેટ માં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર મા પદમાવતી દેવી ની પ્રતિષ્ઠા કરાવવાનો નો લાભ મળીયો છે
9, પાટણમા ૩૧ ઇંચ ના નેમિનાથ ભગવાન, નાકોડા ભૈરવ દાદા, મણીભદ્ર દાદા, ની આખા સ્ટોન ની આંગી નો લાભ મળીયો છે
10, પાટણ માં ત્રણ વખત ઓળી કરાવવાનો લાભ મળીયો છે

શ્રી જયેન્દ્ર પ્રવિણચંદ્ર શાહ

૫૨, ઉદય સ્વસ્તિક સોસાયટી,૫ મે માળે, એન. એસ. રોડ - ૪, જે વી પી ડી સ્કીમ, વિલે પાર્લે (પશ્ચિમ,મુંબઈ - ૪૦૦૦૫૭.
મોં. 98202 80313
રેલકોન ઇન્ફ્રાપ્રોજેક્ટસ લિમીટેડ. (એન્જિનિરીંગ નેશનલ વેલ્થ)
૪ થે માળે, રેલકોન હાઉસ પ્રિમાઇસિસ કો-ઓપરેટિવ સોસાયટી લિમીટેડ, મહાત્મા ગાંધી રોડ, વિલે પાર્લે (પૂર્વ),મુંબઈ - ૪૦૦૦૫૭.
માતુશ્રી કામાક્ષીબેન પ્રવિણભાઇ છોટાલાલ શાહ (રાંદેર નિવાસી) હાલ:- મુંબઈ, જુહુ સ્કીમ

નહસ્તે:- જયેન્દ્ર - નીપા, રાકેશ - હીના, દીપન - સેજલ, તેજસ - અમી, ઝંખના - મનીષ.
૧. શ્રી જુહુ જૈન સંઘમાં ઉપપ્રમુખ તેમજ શ્રી શત્રુંજય વિહારધામ ટ્રસ્ટ માં કાયમી ટ્રસ્ટી તરીકે છેલ્લા ૧૧ વર્ષથી શ્રી. જયેન્દ્ર ભાઈ ને સેવા કરવાનો લાભ મળ્યો છે.
૨.ઈ.સ.૧૯૭૫માં અમારા પરિવાર દ્વારા રાંદેર ગામમાં સંપ્રતિકાલીન શ્રી આદિનાથદાદાના દહેરાસરમાં ભવ્યાતિભવ્ય જિનેન્દ્રભકિત પંચાન્હિકા મહોત્સવ થયેલ હતો.
૩ મહુડી તીર્થમાં અતિથિ ભવન નામે નૂતન ધર્મશાળાના નિર્માણનો લાભ ઈ.સ. ૧૯૮૮ માં અમારા પરિવારે લીધેલ હતો.
૪ ઈ.સ. ૨૦૦૬ પાલિતાણા મુકામે પ.પુ.યશોવમૉ મહારાજ સાહેબ ની નિશ્રા મા પદૄમાવતી માતા ની પ્રતિષ્ઠા નો લાભ લીધો હતો.
૫. શ્રી.રાંદેર મુકામે આવેલ પાંચ પાંચ પ્રાચીન જિનાલયોના જિર્ણોધ્ધાર માં તેમણે ઉદાર હાથે ફાળો આપી લાભ લીધેલ હતો.
૬ રાંદેર મુકામે આવેલ ૨૨૦૦ વર્ષ પ્રાચીન-સંપ્રતિકાલીન-સમગ્ર સુરત શહેરમાં એક માત્ર મુળનાયક તરીકે બિરાજમાન શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠાનો લાભ તેમજ ગૌતમસ્વામીની મુર્તિ ભરાવવાનો લાભ અમારા પરિવારે લીધેલ હતો.
૭.રાંદેર મુકામે અમારા કૂળદેવી પંચપ્રસ્થાન શ્રી મહાલક્ષ્મીમાતાનું સૂરીમંત્ર મંદિરના જિર્ણોધ્ધારમાં શ્રી ચંદ્રપ્રભુસ્વામીનો પ્રતિષ્ઠાનો લાભ, શ્રી સરસ્વતીમાતાની પ્રતિષ્ઠાનો લાભ લીધેલ હતો.
૮.રાંદેર મુકામે મુળનાયક શ્રી આદેશ્વર ભગવાનનો જિનાલય પ્રવેશનો લાભ તેમજ આ જિનાલયમાં બિરાજમાન સમગ્ર ભારતભરના ૧૦૮ પાર્શ્વનાથ પૈકી એક એવા ચમત્કારિક શ્રી વિધ્નહરા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠાનો લાભ પણ અમારા પરિવારે લીધેલ હતો.
૯. રાંદેર મુકામે આવેલ મહાચમત્કારિક યક્ષાધિરાજ શ્રી માણિભદ્રવીર દેરી જેના નુતન જિનાલયના જિર્ણોધ્ધારમાં મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર તથા શ્રી માણિભદ્રવીરદાદાના ગર્ભગહનો લાભ અમારા પરિવારે લીધેલ હતો.
૧૦ મીયાગામ-કરજણ ખાતે આવેલ પાંજરાપોળમાં મૂંગા-અબોલ પશુઓને પાણી પીવા માટે હોજ કે જ્યા વચ્ચે ચૌમુખજી ભગવંત બિરાજમાન છે જે હોજનો લાભ પણ અમારા પરિવારે લીધેલ હતો.
૧૧. ૦૭-૦૨-૨૦૧૮ ના દિવસે પ્રતિષ્ઠા થયેલ ગિરનાર દર્શન ધર્મશાળાના જિનાલયમાં નેમિનાથ ભગવાનની ૬૧" ના પ્રતિમા અમારા પરિવારે ભરાવેલ છે.ગિરનાર મંડન નેમિનાથ ભગવાનની આબેહૂબ પ્રતિકૃતિ આ પ્રતિમા છે.
૧૨.મહાનગરી મુંબઈના વિલેપાર્લે વિસ્તારમાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દાદાના દેરાસરમાં શ્રી મુનિસુવ્રતસ્વામી દાદાની તેમજ વસઈ ભિંવડી રોડ પર કામણ મુકામે આવેલ પુણ્યધામમાં શ્રી આદેશ્વર દાદા અને મણિભદ્રની પ્રતિષ્ઠાનો લાભ અમારા પરિવારે લીધેલ હતો.
૧૩. મહાનગરી મુંબઈના વિલેપાર્લેમાં શ્રી જુહુસ્કીમ જૈન સંઘમાં શ્રી કેસરસૂરિ સમુદાયમાં થયેલ બે સ્ત્રી મુમુક્ષીઓની દીક્ષાનો પણ લાભ અમારા પરિવારે લીધેલ હતો.
૧૪.પ. પૂ. આચાર્ય હેમરતન સૂરિ મ.સા. ના માર્ગદર્શન માં શાહપુર માનસ મંદિર માં પણ કેસર સુખડ રુમનો લાભ અમારા પરિવારે લીધો હતો.
૧૫. શ્રી શત્રુંજય વિહારધામ ટ્રસ્ટ સંચાલિત સ્વ.પ્રવિણભાઇ શાહ નિમિતે વેળાવદર ગામે (અયોધ્યાપુરમ થી નજીક) સ્વદ્રવ્ય થી આંખુ વિહારધામ,જેમાં ૨ સાધુ ભગવંતો અને ૨ સાધ્વીજી ભગવંતો ના ઉપશ્રયો , ગોચરી ઘર તેમજ એક બ્લોક જેમાં સેવા કરવાવાળા રહી શકે અને એક ટ્રસ્ટીઓ માટે નો બંગલો નો નિર્માણ કરવાનો લાભ મળ્યો છે .