Our Events

ઇવેન્ટ એટ કોટડા વિહારધામ

લગભગ 6 વર્ષ પેહલા આપણા ટ્રસ્ટી શ્રી રમેશભાઈ શાહ પરિવારે જેમણે આ વિહારધામનો સંપૂર્ણ લાભ લીધો છે. તેમણે એક ભવ્ય શિખરબંધી જિનાલયનો લાભ લીધો હતો. દેરાસરમાં ત્રણ ભગવાન છે. જેમાં શ્રી મુનિસુવ્રત સ્વામી, શ્રી વિમલનાથ સ્વામી, શ્રી સાંભાવનાથ સ્વામી અને દેવી-દેવતાની આ પ્રતિષ્ઠા પ. પૂ. આ.ભ. શ્રી યશોવિજયસુરી મ. સા. ની નિશ્રામાં સંપન્ન થઇ ત્યારે લગભગ 50 સાધુ સાધ્વીજી ભ. અને ઘણા બધા 100 મહેમાનો મુંબઈ, ભાવનગર થી પધારેલ હતા. તેમની ભક્તિનો પણ લાભ શ્રી રમેશભાઈ પરિવારે લીધો હતો.
તેમના પરિવારે સ્વદ્રવ્યથી આ વિહારધામ નું નિર્માણ કર્યું છે. આ વિહારધામ લગભગ 8 વિધા જમીનમાં છે. આ વિહારધામમાં તેમણે ટ્રસ્ટીઓ માટે એક સુંદર મજાનો બંગલો બનાવ્યો છે જેથી તેમાં ત્યાં આગળ રહીને સુપાત્રદાન નો લાભ લઇ શકાય..

ઇવેન્ટ ઓફ સ્નેહ સંમેલન ઓફ 10 યર્સ

ગયા વર્ષે શ્રી શત્રુંજય વિહારધામ ટ્રસ્ટ ના લાભાર્થી તથા દાતા પરિવારનું સ્નેહ સમ્મેલન તુલીપ સ્ટાર - જુહુ ખાતે રાખ્યું હતું. શ્રી નયપદ્મસાગરજી મ. સાહેબની નિશ્રા હતી. શ્રી અતુલભાઈ દાઢી નું વ્યક્તવ્ય હતું. અને શ્રી મહાવીરભાઈ શાહ નું સંગીત હતું।લગભગ 1000 માણસો આવ્યા હતા અને બધાએ સરસ સંગીત માણ્યું હતું અને બપોરનું સ્વામિવાત્સલ્ય હતું જેમાં સંપૂર્ણ કાર્યક્રમનો લાભ 5 ટ્રસ્ટીઓ શ્રી ચંદ્રકાન્તભાઈ, શ્રી રમેશભાઈ, શ્રી જયુભાઈ, શ્રી હર્ષદભાઈ અને શ્રી યોગેશભાઈ એ લીધો હતો.એક સ્લાઈડ શૉ દ્વારા બધા વિહારધામોની ઝાખી કરવામાં આવી હતી. બધાને ખુબજ ગમ્યું હતું। આ કાર્યક્રમ માં દાતા પરિવારો કે જેમણે વિહારધામ બનાવવાનો સંપૂર્ણ લાભ લીધો છે. તેમનો અને તેમના પરિવારનું સમ્માન કરવામાં આવ્યું હતું. પૂ. શ્રીની નિશ્રામાં એક કાયમી વૈયાવચ્ચ નું ફંડ ઉભું કરવાનું નક્કી કર્યું હતું જેમાં તેનું ફક્ત વ્યાજ જ વાપરવું તેમ નક્કી કર્યું હતું કાયમી ધોરણે વર્ષો વર્ષ બધા લાભાર્થી દાતાઓ ને લાભ મળે તે હેતુથી આ યોજના મુકવામાં આવી હતી.જેમાં બધા ટ્રસ્ટીઓ અને દાતા પરિવારોએ ખુબ જ સુંદર પ્રતિસાદ આપ્યો હતો અને તન મન થી કાયમી વૈયાવચ્ચ ફંડમાં લાભ લીધો હતો.

ભાવનગર થી નજીકમાં 9 કિમી ઉપર કાળાતળાવ માં વિહારધામ તથા શિખરબંધી દેરાસર બન્યા.

આજથી દોઢ વર્ષ પહેલા કાળાતળાવ માં ધામધૂમ થી મનોવાંછિત પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા સંપન્ન થઇ. મુખ્ય લાભાર્થી પરિવાર શ્રી દિલીપભાઈ સુરાણાં (માઇક્રો લેબ્સ) બંગ્લોરવાળા ને હસ્તે પ્રભુજી ની ધજા અને દેરાસર નિર્માણ થયું છે. જેની પ્રતિષ્ઠા ગચ્છાધિપતિ આ. ભ . શ્રી હેમપ્રભસુરિ, (આ. ભ. નીતિસૂરિ સમુદાયના) તથા તેમની સાથે 35 સાધુ ભગવંતો અને 50 સાધ્વીજી ભગવંતો ની નિશ્રામાં પરિપૂર્ણ થઇ હતી
પ. પૂ. સા. ભગવંત શ્રી વિશ્વપુર્ણાં શ્રી જી મ. સા. ની પ્રેરણાથી આખા વિહારધામ તથા શિખરબંધી દેરાસર નો લાભ તેમના ભક્તોએ લીધો છે જેની પ્રતિષ્ઠામાં ત્રિદિવસીય મહોત્સવ માં 2 દિવસ 9કિમી લાંબો વરઘોડો તથા બધા લાભાર્થી પરિવારને લગભગ 200 જણને ટેન્ટ ઉભા કરીને ભવ્ય થી ભવ્ય પ્રતિષ્ઠા સંપન્ન થઇ શિખર બંધ દેરાસર ની ધજા શ્રી દિલીપભાઈ સુરાણાં પરિવારે ચઢાવી। લગભગ 85 સાધુ-સાધ્વીજી ભગવંતો અને 300 શ્રાવકોની હાજરીમાં સંપન્ન થઇ.

ઇવેન્ટ એટ કોટડા વિહારધામ

લગભગ 6 વર્ષ પેહલા આપણા ટ્રસ્ટી શ્રી રમેશભાઈ શાહ પરિવારે જેમણે આ વિહારધામનો સંપૂર્ણ લાભ લીધો છે. તેમણે એક ભવ્ય શિખરબંધી જિનાલયનો લાભ લીધો હતો. દેરાસરમાં ત્રણ ભગવાન છે. જેમાં શ્રી મુનિસુવ્રત સ્વામી, શ્રી વિમલનાથ સ્વામી, ------- આ પ્રતિષ્ઠા પ. પૂ. આ.ભ. શ્રી યશોવિજયસુરી મ. સા. ની નિશ્રામાં સંપન્ન થઇ ત્યારે લગભગ 50 સાધુ સાધ્વીજી ભ. અને ઘણા બધા 100 મહેમાનો મુંબઈ, ભાવનગર થી પધારેલ હતા. તેમની ભક્તિનો પણ લાભ શ્રી રમેશભાઈ પરિવારે લીધો હતો.

ઇવેન્ટ ઓફ સ્નેહ સંમેલન ઓફ 10 યર્સ

ગયા વર્ષે શ્રી શત્રુંજય વિહારધામ ટ્રસ્ટ ના લાભાર્થી તથા દાતા પરિવારનું સ્નેહ સમ્મેલન તુલીપ સ્ટાર - જુહુ ખાતે રાખ્યું હતું. શ્રી નયપદ્મસાગરજી મ. સાહેબની નિશ્રા હતી. શ્રી અતુલભાઈ દાઢી નું વ્યક્તવ્ય હતું. અને શ્રી મહાવીરભાઈ શાહ નું સંગીત હતું।લગભગ 1000 માણસો આવ્યા હતા અને બધાએ સરસ સંગીત માણ્યું હતું અને બપોરનું સ્વામિવાત્સલ્ય હતું જેમાં સંપૂર્ણ કાર્યક્રમનો લાભ 5 ટ્રસ્ટીઓ શ્રી ચંદ્રકાન્તભાઈ, શ્રી રમેશભાઈ, શ્રી જયુભાઈ, શ્રી હર્ષદભાઈ અને શ્રી યોગેશભાઈ એ લીધો હતો.એક સ્લાઈડ શૉ દ્વારા બધા વિહારધામોની ઝાખી કરવામાં આવી હતી. બધાને ખુબજ ગમ્યું હતું। આ કાર્યક્રમ માં દાતા પરિવારો કે જેમણે વિહારધામ બનાવવાનો સંપૂર્ણ લાભ લીધો છે. તેમનો અને તેમના પરિવારનું સમ્માન કરવામાં આવ્યું હતું.

ભાવનગર થી નજીકમાં 9 કિમી ઉપર કાળાતળાવ માં વિહારધામ તથા શિખરબંધી દેરાસર બન્યા.

આજથી દોઢ વર્ષ પહેલા કાળાતળાવ માં ધામધૂમ થી મનોવાંછિત પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા સંપન્ન થઇ. મુખ્ય લાભાર્થી પરિવાર શ્રી દિલીપભાઈ સુરાણાં (માઇક્રો લેબ્સ) બંગ્લોરવાળા ને હસ્તે પ્રભુજી ની ધજા અને દેરાસર નિર્માણ થયું છે. જેમની પ્રતિષ્ઠા શ્રી હેમપ્રભસુરિ આ. ભ. નીતિસૂરિ સમુદાયના તથા શ્રી વિશ્વપુર્ણ શ્રી જી મ. સા. ની પ્રેરણાથી આખા વિહારધામનો લાભ તેમના ભક્તોએ લીધો છે જે પ્રતિષ્ઠા ત્રિદિવસીય મહોત્સવ માં 2 દિવસ 9કિમી લાંબો વરઘોડો તથા બધા લાભાર્થી પરિવારને લગભગ 200 જણને ટેન્ટ ઉભા કરીને ભવ્ય થી ભવ્ય પ્રતિષ્ઠા સંપન્ન થઇ શિખર બંધ દેરાસર ની ધજા શ્રી દિલીપભાઈ સુરાણાં પરિવારે ચઢાવી। લગભગ 50 સાધુ-સાધ્વીજી એ 300 શ્રાવકોની હાજરીમાં સંપન્ન થઇ.