પ. પૂ. આ. ભ. શ્રી હેમચંદ્રસુરિ મ. સા.

(શ્રી નેમિસૂરી સમુદાયના ગચ્છ।ધિપતિ)

ને જયારે 10 વર્ષ પહેલા મળવાનું થયું તો તેમને પ્રેરણા કરી કે આ વટામણ ચોકડી થી ભાવનગર ના રૂટ ઉપર વિહારધામની ખાસ જરૂર છે. 100કિ.મી. માં કોઈ જૈન નું ઘર સુધ્ધા નથી અને બિલકુલ ખારો પાટ જેવી જમીન છે અને શૉર્ટકટ હાઈવે છે. સાહેબો કોઈ ઉતારવાનું સ્થાન કે કોઈ જૈન નું ઘર ન હોવા છતાં ઉગ્ર વિહાર કરે છે. તો ચંદુભાઈ અને યોગેશભાઈ એ આ રૂટ નું સર્વેક્ષણ કરીને આવતા 9 ગામમાં ભાડાના મકાન લઈને વિહારધામો ચાલુ કર્યા। આખા રૂટ ઉપર મોટું ઝાડ પણ જોવા ન મળે તેવી બાવળીયા ની જમીન છે અને વચ્ચે ગામડાઓ આવે તેવા હાઈવે ટચ જમીન લઈને ગામની શરૂઆત માં વિહારધામ બનાવ્યા છે. તેના પછી જેમ જેમ દાતાઓ જોડાતા ગયા તેમ તેમ નવા નવા ટોટલ 9 વિહારધામો નું સર્જન કર્યું છે.

Our Success Stories

10 વર્ષ પહેલા આ યોજનાના જોડાણ થયા. યોગ્ય અંતરે ગામે ગામ વટામણ ચોકડી થી લઇ ને નારી તથા અયોધ્યાપુરમ સુધી આરાધના ભવન કમ વિહારધામ ઉભા કરવામાં આવ્યા.

ગુરુભગવંતો ને વિહાર કરીને આવે તયારે તેમને શાતા મળે, સમાધિ મળે, શાંતિ મળે તથા તેમની સુંદર ભક્તિ થાય.

આપણને સહુને વૈયાવચ્ચ નો ઉત્કૃષ્ટ લાભ મળે, આપણા સહુના આત્માનું કલ્યાણ થાય તેવું ઉત્કૃષ્ટ આયોજન કર્યું અને 8 મહિના સુધી ઘણા બધા ગુરૂભાવંતોએ આ રસ્તા ઉપર થી પસાર થતા આપણને ખુબજ સુંદર લાભ આપ્યા છે.



પધારેલ ગુરુ ભગવંતો તથા આ યોજનામાં ગુરૂભગવંતોએ વર્ષાવેલી અમીવર્ષા - આશિષ હેમચંદ્રસૂરિ યુગભૂષણસુરી, સોમચંદ્રસૂરિ, અશોકસાગર, અજિતશેખરસૂરિ, ચંદ્રાનનસાગર, હર્ષસગર, દૌલતસાગર, સૂર્યોદયસાગર, નર દેવ સાગર, જિનચંદ્ર સાગર (બંધુ બેલડી) મહાબલસૂરિ, પૂન્યપાલસુરિ, મુક્તિપ્રભસૂરી, યોગતિલકસૂરિ, જગચન્દ્ર સાગર, પ્રબોધચંદ્રસુરી, યશોવર્મસુરી, જયસુંદરસૂરિ.

હાલ પ્રતિ વર્ષ લગભગ 5500 જેટલા સાધુ-સાધ્વીજી ભગવંતોનો આ વિહારધામોમાં લાભ મળે છે.સાથે તેમના મુમુક્ષો અને સહાયકો ની સાધર્મિક ભક્તિનો તેમજ સામાન, ડોળી અને વ્હીલચેર ચલાવવાળા સેવકોની પણ અનુકંપા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

શરૂઆતમાં આજથી 10 વર્ષ પહેલા શ્રી ચંદુભાઈ અને યોગેશભાઈ એ આ નવ જગ્યાઓ ભાડાના મકાનમાં વિહારધામો ચાલુ કાર્ય હતા અને ધીમે ધીમે બધા જોડાતા ગયા અને બાવળિયાળી વિહારધામમાં શ્રીમતી રંજનબેન ચંદ્રકાન્તભાઈ શાહ વલ્લભીપુર હાલ - જુહુ સહપરિવાર પછી હર્ષદભાઈ, આંબલી વિહારધામ, રમેશભાઈ એ કોટડા વિહારધામ અને જયુભાઈ એ વેળાવદર વિહારધામ ને મળીને નારી માં માતુશ્રી જયાબેન વનમાળીદાસ દીપચંદભાઈ શાહ સહપરિવાર - વલ્લભીપુર અને યોગેશભાઈ, વિનોદભાઈ તથા મગનભાઈ કટકવાળા મળીને રાજગઢ વિહારધામ, તથા માઢીયા વિહારધામમાં આ રીતે બધાયે લાભ લીધો છે

આદર્શ સોલ્ટ તરફથી જમીન ભેટ મળેલ છે.
શ્રાવક આરાધના ભવન - અજબાણી ચંપાબેન જયંતીલાલ દાનસુંગભાઈ સહપરિવાર હ. વર્ષાબેન અરવિંદભાઈ, રીટાબેન વિનોદભાઈ, તૃપ્તિબેન શૈલેષભાઇ - ધાનેરા ડાયમંડ
શ્રાવિકા આરાધના ભવન - શ્રીમતી સીતાદેવી નારાયણપ્રસાદ પોદ્દાર અને
હીરાબેન છોટાલાલ શાહ ની સ્મૃતિ નિમિતે તેમના પરિવાર તરફથી
વૈયાવચ્ચ ઘર
માતુશ્રી સવિતાબેન વૃજલાલ દોશી (મહુવા)
હ. સરલાબેન ખંતીભાઈ દોશી, હાલ - વિલેપાર્લા, મુંબઈ
તથા કાળાતળાવ વિહારધામ માં ગચ્છાઘીપતિ પૂ. આ. વિજય હેમપ્રભસુરી મ. સા. ની આજ્ઞાવર્તીની પૂ. લલીતપ્રભાશ્રી મ. સા. ની આજ્ઞાવર્તીની પૂ. વિશ્વપૂર્ણાં શ્રી જી મ. સા. ની પ્રેરણાથી તેમના ભક્તો દ્વારા આ વિહારધામનો લાભ લીધો છે. લાભ લીધો હતો.

શરૂઆતના દિવસોમાં શ્રી ચંદુભાઇએ ખુબજ અથાગ મહેનત કરીને આ બધા વિહારધામોનું સર્જન કર્યું છે. તેમને બિઝનેસ માંથી ફુરસદ લઈને મહિનામાં બે થી ત્રણ વાર જઈને આ બધા વિહારધામો બનાવ્યા છે.જે ગામોમાં તેમને કોઈ પાકું સારું મકાન કે રસ્તા ઉપર તેમને કોઈ મોટું ઝાડ સુધ્ધા જોવા ન મળે તેવા 100કીમી ના વિસ્તારમાં આવા સુંદર વિહરધામોનું સર્જન કર્યું છે આ બધા વિહારધામોનું સંચાલન તેમની ઓફિસ થી રજીસ્ટર ટ્રસ્ટ વ. 2587 (મુંબઈ) દ્વારા થાય છે.તેમના અને તેમના શ્રાવિકા રંજનબેન ના અથાગ પ્રયત્નો અને ખુબજ વૈયાવચ્ચ ની ભક્તિ જેમના રગેરગમાં વણાઈ છે તેનાથી આવા સુંદર વિહારધામો બન્યા છે. આજે પણ બધો વહીવટ દેખરેખ અને જાણવણી તેમની ઓફિસે થી જ થાય છે.એમની સાથે આ કામમાં બીજા ચાર ટ્રસ્ટીઓ જોડાયા છે. શ્રી યોગેશભાઈ, શ્રી હર્ષદભાઈ (જયકરભાઈ), રમેશભાઈ અને જયુભાઈ જેમણે બધાએ તન મન અને ધનથી આવા ઉત્કૃષ્ટ વિહારધામ નો પણ લાભ લીધો છે.

પ. પૂ. આ.ભગવંતો - સાધુ ભગવંતો, સાધ્વીજી-ભગવંતો ના નીચે મુજબ ના આશીર્વાદ અને એમનો વિહારધામ બાબતનો પ્રતિસાદ (મળેલા પત્રો)
પ. પૂ. રાજહંસ સુરી, પ. પૂ. યુગભૂષણ સુરી, પ. પૂ. જિનચંદ્ર સુરી, પ. પૂ. નિર્મળયશ, પ.પૂ. શ્રુતરત્ન વિજય, પં. નયચંદ્ર વિજયજી, સા. સંવેગનિધિ વગેરે

Letters